ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન

admin
1 Min Read

ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસેથી પસાર થતી ગટર લાઈનમાં કચરાના ઢગલાઓ ખડકાઈ જતા ગટરો ઉભરાઈને ગંદુ પાણી રોડ ઉપર આવવા લાગ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બાબતે અનેક વાર વોર્ડ સભ્યોને રજૂઆતો કરવા છતાં સાફ સફાઈ કરવામાં આવી નથી. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરા શહેરના વોર્ડ નંબર ૧૦માં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે. ક્યાંક ગટરો ઉભરાય છે તો ક્યાંક કચરાના ઢગલાઓ ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે આ વોર્ડમાં ગંદકીનું સામ્રાજય હોવા છતાં આ વોર્ડના નગર પાલિકાના સભ્યો દ્વારા કોઈ પણ જાતની સાફ સફાઈ કે ગટરોની કામગીરી ન કરાવતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે આજુ બાજુ રહેતા રહીશોને ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વોર્ડના નગર પાલિકાના સભ્યો આ વિસ્તારના કામોને લઈને નગર પાલિકા તંત્ર સામે લાચાર બન્યા હોય તેવું લાગી રહયુ છે. ત્યારે આ વિસ્તારના રહીશો હારી થાકીને પોતે જ પોતાના વોર્ડની સમસ્યાઓને દૂર કરવા માટે ગંદકી અને ઉભરાતી ગટરોની સાફ સફાઈ કરતા નજરે જોવા મળ્યા હતા.

Share This Article