મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો ભંડારો

admin
1 Min Read

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે શિવપૂજા, રામધૂન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિધ્ધ રામધન આશ્રમ- મહેન્દ્રનગર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે રામધૂન, શિવપૂજા અને ભંડારો યોજાયો હતો.  જેમાં બહોળી સંખ્યામાં ભકતજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર ધાર્મિક આયોજન મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રતનબેન, મુકેશ ભગત અને દિલીપ ભગત સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિનાના વ્રત ન કરી શકતાં હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતાં હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ સમયમાં નદીઓમાં પણ નવા નીરની આવક થતી હોય છે તેથી ખાસ દિવસો પર ભક્તો તીર્થસ્નાન પણ કરતાં હોય છે.

Share This Article