ભરૂચના દહેજ બાયપાસ રોડ પર 2 બાળકો ડૂબ્યાનો મામલો

admin
2 Min Read

ભરૂચના ઉમરાજ ગામની હદમાં દહેજ બાયપાસ રોડ પાસે સુરતના બિલ્ડરે કોમ્પલેક્ષના બાંધકામ અર્થે ખોદકામ કર્યું હતું. પરંતુ તેનો પ્રોજકેટ પરવાનગી અને વરસાદી પાણીના નિકાલ અર્થે અટવાતા કામગીરી આગળ થઇ શકી ન હતી. જેના કારણે વરસાદમાં ખાડામાં મોટા પાયે પાણી ભરાતા તળાવ બન્યું હતું.જેમાં રવિવારના રોજ મહાવીર ઝૂંપડપટ્ટીના ગૌતમ ઘીવાલા અને રાહુલ ઘીવાલા નામના ધોરણ 10માં અભ્યાસ કરતા બે કિશોરો પાણીમાં નાહવા પડતા ડૂબી જવાથી મોત થયા હતા. જેના કારણે તેમના પરિવારજનોમાં રોષ ફેલાતા સોમવારે તેમની અંતિમવિધિના સમયે મામલો ગરમાયો હતો. બિલ્ડર સામે રોષે ભરાયેલા પરિવારજનોએ બન્નેના મૃતદેહો ટ્રેક્ટરમાં શક્તિનાથ સર્કલના રોડ પર લાવી મૂકી બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને યોગ્ય વળતરની માંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો.દેવી પૂજક સમાજની મહિલાઓ અને યુવતીઓએ રોડ પરજ બેસી જઈ બિલ્ડરની લાપરવાહીના કારણે બન્ને આશાસ્પદ કિશોરોના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા. બન્નેના મૃતદેહ રસ્તા પર મૂકી રસ્તો બ્લોક કરી દેતા દોઢ કલાક સુધી ચારે તરફ ટ્રાફીક જામના સર્જાયો હતો. બનાવની જાણ થાતજ એ ડીવીઝન પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર પહોંચી તેમને સમજાવાના પ્રયાસો કરતા પરંતુ તેઓ રીતસર ના પાડીને કલેકટરને સ્થળ પર બોલવાની માંગ કરી હતી. આખરે ઈનચાર્જ પીઆઈ હિતેશ બારીયા તથા ભરૂચ મામલતદાર પી.ડી.પટેલ સ્થળ પર દોડી આવી દેવીપૂજક સમાજના લોકોને સમજાવી બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો. અંતે પરિવારજનો બન્ને કિશોરના મૃતદેહને અંતિમવિધિ માટે લઇ ગયા હતા.

Share This Article