કોરોનાકાળમાં ફેલુદા સ્ટ્રિપ ટેસ્ટ મહત્વનો સાબિત થશે, શું કહ્યું આ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ જાણો…

admin
1 Min Read

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. તેવામાં ભારતમાં કોરોનાની વેક્સીન પર પણ કામ ઝડપી ચાલી રહ્યુ છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં સરકારે કોવિડ-૧૯ની રસીઓ જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે તેના તાકીદે ઉપયોગને અધિકૃતતા આપવા પર હજી અભિગમ નક્કી કર્યો નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સાર્સ કોવ ટુના નિદાન માટે દેશમાં જ વિકસાવાયેલ ફેલુદા પેપર સ્ટ્રીપ ટેસ્ટ આગામી થોડા સપ્તાહોમાં ઉપયોગ માટે મૂકવામાં આવશે.

ફેલુદા પેપર સ્ટ્રિપ ટેસ્ટ અંગે ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ ટેસ્ટમાં 96 ટકા સંવેદનશીલતા અને 98 ટકા વિશિષ્ટતા જોવા મળી છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે ઇન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇંટગ્રેટિવ બાયોલોજી (IGIB) અને તમામ ખાનગી લેબમાં ફેલુદા ટ્રાયલ માટે અંદાજે 2,000 દર્દી જોડાયા હતા. સરકાર તરફથી ફેલૂદા પેપર સ્ટ્રિપ ટેસ્ટના ઉપયોગને લઇને કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ ટેસ્ટ મિનીટોમાં જણાવી દેશે કે વ્યક્તિ કોરોના વાયરસ સંક્રમિત છે કે નહીં. આ પ્રેગ્રનેંસી ટેસ્ટ સ્ટ્રિપ્સની જેમ કામ કરશે. મહત્વનું છે કે, ફેલૂદા સ્ટ્રિપ ટેસ્ટને CSIR-IGIB દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCA) તેને કોમર્શિયલ ઉપયોગની મંજૂરી આપી છે.

Share This Article