તહેવારોમાં સરકારી કર્મીઓને લ્હાણી, સરકારી કર્મીઓને સરકારે આપી મોટી ભેટ

admin
1 Min Read

તહેવારની સીઝન પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણા મંત્રીએ કહ્યું કે, કોવિડ 19ની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ છે. ત્યારે નાણાં મંત્રી દ્વારા કેન્દ્રએ LTC કેશ વાઉચર સ્કીમની કરી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ LTC યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

કજ્યૂમર ખર્ચ વધારવા માટે LTC હેઠળ કેશ વાઉચર સ્ક્રીમની જાહેરાત કરવામાં આવી છે એલટીસી વાઉચર સ્કીમમાં રજાના બદલામાં કર્મચારીને રેલ્વે અથવા હવાઈ યાત્રાના 3 ગણી રકમ જેટલી વસ્તુ અથવા સર્વિસ ખરીદી શકે છે. આ વાઉચરનો ઉપયોગ માત્ર એવી વસ્તુ અથવા સર્વિસ માટે ઉપયોગ કરી શકાશે, જેના પર 12 ટકા અથવા તેનાથી વધારે જીએસટી લાગે છે.

આ સ્કીમ હેઠળ કર્મચારીઓને સ્કેલ અને પદ આધારે હવાઇ કે ટ્રેન યાત્રાનો ખર્ચ આપવામાં આવશે અને 10 દિવસની રજામાં (Pay +DA)નું પ્રાવધાન હશે. આ ઉપરાંત નાણા મંત્રીએ નોન-ગેઝેટેડ કર્મચારી માટે સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની પણ જાહેરાત કરી છે. ગેઝેટેડ કર્મચારીઓને આનો લાભ ખાલી એક વાર જ મળશે. આ સ્કીમ હેઠળ તમામ કેન્દ્રીય કર્મચારીને વ્યાજ વગર 10,000 રૂપિયા પ્રીપેડ Rupay Card દ્વારા આપવામાં આવશે અને તેમણે 31 માર્ચ 2021 પહેલા તેને ખર્ચ કરવા પડશે.

Share This Article