કાલોલમાં નદીમાંથી નીકળી સ્મશાન યાત્રા

admin
1 Min Read

પંચમહાલ તંત્રની પોલ ઉઘાડતો કિસ્સો પંચમહાલના કાલોલ તાલુકામાંથી સામે આવ્યો છે.. ગોકળપુરા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગામના લોકોની કેવી મજબૂરી છે. નદીમાંથી સ્મશાન યાત્રા લઈ જવાઈ રહી છે. ગામમાં નદીના સામે કાંઠે સ્મશાન આવેલું છે. અને સ્મશાન સુધી જવાનો અન્ય કોઈ રસ્તો ન હોવાથી ગામના લોકોને નદીમાંથી પસાર થઈને સ્મશાન યાત્રા કાઢવી પડે છે. ગ્રામજનો દ્વારા સમસ્યાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે તેમા છતા ઉંઘી રહેલા તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ ઉકેલ લવાયો નથી. તંત્ર ની ઉપેક્ષા એ ગામલોકો જીવ નું જોખમ ખેડી રહ્યા છે.ઉલ્લેખ્નીય છે કે, પંચમહાલના કાલોલમાં ગોકળપુરામાં સ્મશાન યાત્રા નદીમાંથી નીકાળવા લોકોને મજબૂર થવું પડી રહ્યું છે. ગોકળપુરામાં સ્મશાન સુધી જવા માટે કોઇ રસ્તો નથી. જેના કારણે લોકોએ ગોમા નદીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડે છે. આ અંગે તંત્રને અનેક રજૂઆત કરાઇ છે છતાં સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવ્યો.

Share This Article