જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ

admin
1 Min Read

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાશે. જેથી જન્માષ્ટમી પર્વે યાત્રાધામ દ્વારકામાં શ્રધ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓએ ઉભી કરવા અંગેની કલેકટરની યોજાયેલી બેઠકમાં વિવિધ તંત્રોને ચોક્કસ જવાબદારીઓ સુપરત કરાઈ હતી.યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉમંગભેર ઉજવાશે. આ પ્રસંગે ભાવિકોની વ્યવસ્થા જાળવવા સહિતનાં જુદા જુદા મુદ્દાઓ અંગે દેવભૂમિ દ્વારકાના જિલ્સા કલેકટરનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તેમણે સરકારી તંત્રને તાકીદ સાથે જણાવ્યું હતું. કે , દ્વારા પધારતા ભક્તોની વ્યવસ્થામાં કોઈ ઉણપ ન રહેવી જોઈએ. આ માટે અગમચેતી રૂપે વીજપુરઠો, આરોગ્ય, જનસેવા, ટ્રાફિક , ખાદ્ય પદાર્થો, પાર્કિંગ, ટ્રન્સપોર્ટ વ્યવસ્થા સહિતના મુદ્દા ઉપર ઉંડાણ પૂર્વકની ચર્ચા વિચારણા કરી જરૂરી સુચનો કરાયા હતા.આ ઉપરાંત પરિસરમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણ પરિસરના અષ્ટ પટરાણી, ત્રિવિક્રમજી, દેવકી માતાજી સહિતના સોળ મંદિરો તથા મોક્ષદ્વાર સ્વર્ગદ્વાર, ગોમતી ઘાટ સહિતના વિસ્તારોને પણ લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાશે.

Share This Article