ગોધરામાં વધ્યો રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ

admin
2 Min Read

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા રખડતા ઢોરોઁનો ત્રાસ વધી રહ્યો છે. ગોધરા શહેરમાં આવેલા ચર્ચસર્કલ, ભૂરાવાવ રોડ, પાજરાપોળ સહિતના વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર રસ્તા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને વાહનચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ગોધરા શહેરનો દિનપ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે અને શહેરનો રહેણાંક વિસ્તારનો વ્યાપ પણ વધ્યો છે. ગોધરા શહેરમા પાછલા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ ખુબ જ વધ્યો છે. ગોધરા શહેરના હાર્દ સમા અને ૨૪ કલાક વાહનોની ધમધમતા ચર્ચથી ગોધરા બસસ્ટેશન સુધીના રોડ ઉપર સવારથી લઇ સાંજ સુધી રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરો નજર પડે છે. રસ્તાની વચોવચ બેસતા આ ઢોરોને કારણે વાહનચાલકો ભારે પરેશાનીમાં મૂકાતા હોય છે. વધુમાં આ મુખ્યમાર્ગ હોવાથી અહિ ભારે વાહનોનો ટ્રાફીક હોય છે. ત્યારે આ રખડતા ઢોરો મૂશ્કેલીમાં વધારો કરે છે. રોડની બાજુમા મૂકેલી કચરાપેટીઓનો કચરો ખાવા આ ઢોર અહી આવતા હોય છે. ત્યારે પાલિકા તંત્ર આ કચરાપેટીઓને યોગ્ય સ્થળે અને રસ્તાથી દુર મુકવામા આવે તે જરૂરી છે. દેશનાં મોટાભાગનાં શહેર નગરોમાં રખડતા ઢોરની સમસ્યા છે. જોકે તંત્ર દ્વારા તેને નિયંત્રિત ન કરવાના કારણે હવે નેશનલ હાઇવે ઉપર પણ રખડતા ઢોરોની સમસ્યા પેદા થઇ છે. રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી ખાસ કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો પાસેથી કરોડોનો ટેક્ષ ઉઘરાવતી હાઇવે ઓથોરિટી નેશનલ હાઇવેને લઈને બેદરકાર હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ, ઠેર ઠેર રસ્તાઓ પર રખડતા ઢોરોનું ત્રાસ વધી ગયો છે.

Share This Article