સીએનજી કારમાં લાગી આગ

admin
1 Min Read

કચ્છ જિલ્લાના નખત્રાણા પાસે આવેલ કોટડા-મથલ ગામ વચ્ચેના સ્ટેટ હાઈવે માર્ગ પર સીએનજી વાનમાં આગ લાગતા અફરા-તફરી સર્જાઇ હતી. સ્ટેટ હાઇવે ઉપર વાહનમાં આગ લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. જોકે, સદનસીબે વાનમાં બેઠેલા લોકો સમયસર બહાર આવી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી જતા પોલીસે વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો. મહત્વનું છે કે, સીએનજી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જેના કારણે કેટલાક લોકોના જીવન જોખમમાં મુકાય છે. તેથી આરટીઓએ જે વાહનોમાં સીએનજી કીટ નાખેલી હોય તે વાહનોની ફિટનેસ તપાસવી જોઈએ અને સીએનજી કીટની ગુણવત્તા પણ તપાસી, જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જે વાહનોમાં સીએનજી કીટ નાખવામાં આવી રહી છે , તેમાં કીટની ગુણવત્તાઓ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે ,જેથી આવા અકસ્માતો નિવારી શકાય.

Share This Article