ગોધરામાં રખડતા ઢોરોનો ત્રાસ

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ગોધરા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. મળતી માહિતી મુજબ, ગોધરામાં રસ્તા પર રખડતાં ઢોરોથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. રખડતા ઢોરોના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. ગોધરા શહેરના મુખ્ય ગણાતા વિસ્તારો જેવા કે સીવીલ હોસ્પિટલ,ચર્ચ વિસ્તાર, પાંજરાપોળ,પ્રભા રોડ, બસ સ્ટેશન અને ભૂરાવાવ વિસ્તારમાં રખડતા ઢોરો રસ્તા પર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય રહયા છે. આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

Share This Article