ચેકડેમોની હાલત બિસ્માર!

admin
1 Min Read

રાજ્યમાં આ વર્ષે વરસાદ સારો વરસી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં લગભગ સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી ચોતરફ જોવા મળી રહી છે. કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે તેમજ ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદના પગલે અનેક નદી નાળાઓ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાના મોટા બધાજ ડેમોમાં આ વર્ષે નવા પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે ભાગ્યેજ કોઈ ચેક ડેમ એવો હશે કે જે છલકાવાનો હજુ બાકી હશે. ત્યારે સ્વાભાવિક છે કે ગામડાઓમાં આવેલા ચેકડેમમાં પાણી ભરાઈ રહે તો ખેડૂતોના કુવાઓમાં પણ પાણી ઊંચા આવતા હોય છે. ત્યારે ચેકડેમોમાં પાણી ભરાઈ રહેવું ખુબ જ આવશ્યક છે. એવામાં મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાનો ચેકડેમ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. અહીં વિડીયોમાં જોઈ શકાય છે કે પાણી ચેક ડેમની તિરાડમાંથી વહી રહ્યું છે. થોડું થોડું કરતા ઘણું પાણી વહી જાય તે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. ત્યારે જો તંત્ર સત્વરે અહીં રીપેરીંગની કામગીરી હાથ ધરે અને અહીંના સ્થાનિક ચેકડેમોની તપાસ કરી જરૂરિયાત ચેકડેમો પર તાત્કાલિક કામ કરવામાં આવે તો ચેકડેમોમાં લગભગ ઉનાળા સુધી પાણી જળવાઈ રહે અને ખેડૂતોના કુવાઓમાં પણ પાણી ઊંચા આવે.

Share This Article