ચૂંટણી અભિયાનની જેમ હશે વેક્સિન વિતરણ વ્યવસ્થા? SMS મારફતે જણાવાશે રસીકરણનો સમય અને સ્થળ !

admin
1 Min Read
Microscopic illustration of the spreading 2019 corona virus that was discovered in Wuhan, China. The image is an artisic but scientific interpretation, with all relevant surface details of this particular virus in place, including Spike Glycoproteins,

ભારતમાં હાલમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે, અને તેને જોતા ખૂબ જ ઝડપથી હાલમાં દેશમાં આ મુદ્દે રસી વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની કોવીશીલ્ડ નામની રસી, ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસની ઝાય-કોવ-ડી નામની રસી ઉપર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે, જે હ્યુમન ત્રયાલ્ના આખરીઓ સ્ટેજમાં હોવાનું કહેવાય છે. કોરોના વેક્સિનની વિતરણ વ્યવસ્થા વિકસાવવા માટે જે એક્સપર્ટ પેનલ બનાવવામાં આવી છે તે રસીકરણના આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે ચૂંટણી અભિયાનની જેમ આ રસી વિતરણ કાર્યક્રમને પૂર્ણ કરવા ધારે છે.

ભારતમાં રશિયાની કોરોના રસી સ્પુતનિક v નું ટ્રાયલ કરવાની પરમીશન પણ મળી ગઈ છે, આ બધી પ્રગતિ જોતા આગામી વર્ષના આરમ્ભ સુધીમાં દેશને રસી મળી જાય તેવી સંભાવના છે, જેને લઈને સરકાર હાલમાં રસી વિતરણ વ્યવસ્થા ઉપર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ માટેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં લોકોને sms પાઠવવામાં આવશે જેમાં તેમના રસીકરણનો સમય અને સ્થળની વિગતો લખેલી હશે. આ સિવાય તેમણે QR કોડના રૂપે સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. જોકે આ અંગે હજી સુધી આ અંગેની વિચારણા ચાલી રહી છે.  આ મામલે હજી સુધી સરકાર દ્વારા વિતરણ વ્યવસ્થાની કોઈ બ્લૂ પ્રિન્ટને જાહેર કરાઈ નથી.

Share This Article