બ્રિટનમાં નવેમ્બરથી કોરોનાની રસી લગાવવાની તૈયારીઓ, હોસ્પિટલોને અપાયા નિર્દેશો

admin
1 Min Read

દુનિયાભરના અનેક દેશોમાં હાહાકાર મચાવનાર કોરોનાનો ખાતમો કરવા માટે ઘણા દેશો વેક્સિન પર કામ કરી રહ્યા છે. ત્યારે બ્રિટનથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્રિટનમાં હોસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે જલદી તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનની પ્રથમ બેચ સોંપી દેવામાં આવશે.

હોસ્પિટલોને જણાવાયું છે કે, બે નવેમ્બરથી શરૂ થઈ રહેલ સપ્તાહથી કોરોના વાયરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરી દે. મહત્વનું છે કે, ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિનને આ મહામારીના ખાત્મા માટે ગેમચેંજર માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં આ વેક્સિનના પ્રભાવી પરિણામ સામે આવ્યા છે.

કોરોના વાયરસથી અત્યાર સુધી 11 લાખ 50 હજાર લોકોના મૃત્યુ થયા છે. તો દુનિયાભરની અર્થવ્યવસ્થા કોરોના સંકટને કારણે તહાબી પર પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્સફોર્ડ, ફાઇઝર અને બાયોએટેકની કોરોના વાયરસ વેક્સિનને જલદી મંજૂરી મળી હશે.
Share This Article