ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

admin
1 Min Read

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતના પરંપરાગત મંદિર સ્થાપત્ય હેઠળ કરવામાં આવશે. અરબ દેશમાં બનીરહેલ પ્રથમ હિન્દુ મંદિર નિર્માણને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે બીજી ભારતીયો માટે એક અદ્વિતીય અને ગૌરવપૂર્ણ ઘટના સામે આવી છે.

આ અદ્વિતીય ઘટના દુબઈની એક મસ્જિદની છે. જ્યાં દુબઈની સૌથી મોટી મસ્જિદ Grand Mosqueના પ્રવેશદ્વાર પર વિવિધ ધર્મના વડાઓ અને હસ્તીઓની તસવીર લગાવવામાં આવી છે. જેમાં એક તસવીર હિન્દુ ધર્મના આધ્યાત્મિક સંત મહંતસ્વામીની પણ છે. આ તસવીરમાં બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ સાથે શેખ નાહ્યાન બિન મુબારક પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીર એ સમયની છે જ્યારે મહંતસ્વામી મહારાજ ગત વર્ષે એપ્રિલ મહિનામાં યુએઈની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે દુબઈ સ્થિત આ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના સાંસ્કૃતિક, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલયના વડા શેખ નાહ્યાન બિન મુબારક અને મહંતસ્વામી વચ્ચે ખૂબ જ આત્મભાવ પણ જોવા મળ્યો હતો. આ મુલાકાતની સ્મૃતિ રુપે હવે દુબઈની સૌથી મોટી મસ્જિદ Grand Mosqueના પ્રવેશદ્વાર પર આ સુંદર સ્મૃતિની તસવીર પણ મુકવામાં આવી છે.

Share This Article