બિહાર ચૂંટણી પ્રચારમાં મોદીએ ઉઠાવ્યો રામ મંદિર મુદ્દો

admin
1 Min Read

બિહારમાં બુધવારથી વિધાનસભા ચૂંટણીની શરુઆત થઈ ગઈ છે. બિહારમાં 71 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જ્યારે અન્ય તબક્કા માટે ચૂંટણી રેલીઓ પણ યથાવત છે. ત્યારે વડાપ્રધાન મોદીએ બિહારના ત્રણ સ્થળોએ રેલીને સંબોધન કર્યુ હતું. જે દરમિયાન મિથિલા ક્ષેત્રમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા અયોધ્યા રામ મંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેઓએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જે લોકો એક સમયે તેની તારીખ પૂછતા હતા, તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને બતાવે છે.

દેશમાં પહેલીવાર આવું થયું છે જ્યારે મેનિફેસ્ટોને ઉઠાવીને આકલન કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં સરકાર કયું પગલું ઉઠાવશે.તેમણે જણાવ્યું કે, સદીઓની તપસ્યા બાદ હવે અયોધ્યામાં ભવ્ય નિર્માણ શરૂ થઈ ગયું છે. હું માતા સીતાના આ ક્ષેત્રમાં આવીને અહીંના લોકોને રામ મંદિરના નિર્માણની શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે તમે તેના મુખ્ય હકદાર છો.

Share This Article