દીકરીના લગ્ન માટે મોદી સરકાર આપી રહી છે 40 હજાર રૂપિયા?

admin
2 Min Read
hindu wedding bride and groom celebrating wedding event with flower decorations

સોશિયલ મીડિયામાં કોઈપણ મેસેજ વાયરલ થતા વાર નથી લાગતી. જોકે ઘણી વખત અફવાઓ પણ વાયરલ મેસેજ દ્વારા ફરતી થઈ જાય છે અને લોકો એને ક્યારેક આ મેસેજને સાચા પણ માની લેતા હોય છે. ત્યારે હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ દીકરીના લગ્ન માટે સરકાર 40 હજાર રૂપિયા આપી રહી છે. જોકે આ પાછળની હકીકત કંઈક અલગ જ છે.

આ મેસેજ યૂ-ટ્યુબના એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એવું જણાવાયું છે કે સરકાર તરફથી દીકરીના લગ્ન માટે રૂપિયા મળે છે. આ વિડીયોમાં રૂપિયા 20 હજાર, 30 હજાર અને 40 હજાર રૂપિયાની સ્કીમ વિશે જણાવાયું છે કે જેને પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના નામ આપવામાં આવ્યું છે. આ વિડીયો વિશે ફેક્ટ ચેક કરતા તે ખોટો હોવાનું PIB એટલે કે Press Information Bureauએ જણાવ્યું છે.

PIBએ કહ્યું કે આ પ્રકારની કોઈ યોજના નથી. આ વિડીયો ગત વર્ષે યૂ-ટ્યુબ પર અપલોડ કરાયો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દીકરીના લગ્ન માટે રૂપિયા 40 હજાર મળતા હોવાનો ફરી રહેલો મેસેજ ખોટો છે. PIBએ જણાવ્યું કે આ રીતે કોઈપણ વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા નથી અને કેન્દ્ર સરકારનો પણ હજુ સુધી આ પ્રકારનો કોઈ પ્લાન નથી.

Share This Article