વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધશે

admin
1 Min Read

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનુ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં વાયુ પ્રદૂષણને લઈને કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધી શકે છે આ અંગેની માહિતી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને આપવામાં આવી છે.

એનજીટીમાં ફટાકડા અંગેના કેસમાં એનજીડી તરફથી એમિક્સ ક્યુરી તરીકે નિયુક્ત થયેલા સિનિયર એડવોકેટ રાજ પંજવાની તથા એડવોકેટ શિબાની ઘોષે એનજીટીના ચેરપર્સન જસ્ટિસ એ.કે. ગોયલના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોવિડના કારણે થયેલાં મૃત્યુમાં 15 ટકા મોત વાયુ પ્રદૂષણ એક જવાબદાર સહપરિબળ બન્યું છે. વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધી શકે છે તેવું તાજેતરના સંશોધનોમાં જાણવા મળ્યું છે.

આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે આ તારણોના આધારે સત્તાવાળાઓએ કોરોનાને નિયંત્રણમાં લેવાના ઉપાયોની સાથે સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પણ સઘન નીતિઓ ઘડી કાઢવી જોઇએ. ઇન્ડિયન ફાયરવર્ક્સ મેન્યુફેકચરર્સ એસોસિએશન વતી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ વ્યક્ત કરી આ તારણોને ચોક્કસ તારણ ન હોવાનું જણાવ્યુ હતું. જ્યારે પર્યાવરણ મંત્રાલય વતી ઉપસ્થિત થયેલા એડવોકેટ બાલેન્દુ શેખરે એનજીટીને જણાવ્યું હતું કે કોરોનાથી થતાં મોતને વાયુ પ્રદૂષણ સાથે સંબંધ હોવાનું જણાવતાં કોઇ નિર્ણાયક તારણો પ્રાપ્ય નથી.

Share This Article