દરેક ભારતીયને વેક્સીન લગાવવામાં ત્રણ વર્ષ લાગી જશે…

admin
1 Min Read

ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.. વધતા જતા કેસો વચ્ચે વેક્સીન પર પણ કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે. તેવામાં દેશમાં કોવેક્સીન તૈયાર કરી રહેલી ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યુ કે, સ્વાસ્થ કર્મચારીઓ અને વૃદ્ધો માટે ઓક્સફોર્ડની કોવેક્સીન આવતા વર્ષે એપ્રિલ સુધી માર્કેટમાં આવી શકે છે.

તેમના જણાવ્યા મુજબ કોવેક્સીનના બે ડોધની અંદાજીત કિંમત 1000 રુપિયા રહેશે. પૂનાવાલાએ એમ પણ જણાવ્યુ હતું કે સંભવ છે કે વર્ષ 2024 સુધી દરેક ભારતીયોને કોવેક્સીન લાગી ચૂકી હશે.

તેમના જણાવ્યા મુજબ દરેક ભારતીયને વેક્સીન લગાવવામાં બે-ત્રણ વર્ષ લાગી જશે. આ માટે તેમણ વેક્સીન પૂરવઠાની સાથે-સાથે બજેટ, વેક્સીનેશન મટેરિયલ, પ્રાથમિક માળખાની જરુરિયાત અને વેક્સીનેશન માટે લોકોમાં સકારાત્મકતા જેવા પરિબળો જવાબદાર રહેશે. તેમના જણાવ્યા અનુસાર ઓક્સફોર્ડની કોવેક્સીન વૃદ્ધો માટે અસરકારક સાબિત થઇ રહી હતી, જે દરેક માટે ચિંતાનો વિષય હતો.

Share This Article