અમદાવાદના મુરતિયાઓ કર્ફ્યૂ દરમિયાન પણ લગ્ન કરી શકશે…જાણો આ છે નિયમ

admin
1 Min Read

આજે રાત્રિ 9 કલાકથી અમદાવાદમાં  કર્ફ્યૂની શરુઆત થઈ ગઈ છે.  ત્યારે લોકોને સતત એ વાતની ચિંતા સતાવતી હતી કે, આખરે આ કર્ફ્યૂમાં કઈ કઈ વસ્તુઓ ખુલી રહેશે અને કઈ પ્રવૃતિઓ બંધ રહેશે. જો કે, હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અંતર્ગત લગ્નગાળાના સમયમાં હાલ જે પણ લોકોને લગ્નની તૈયારી ચાલી રહી હોય અથવા તો આ સમય દરમિયાન લગ્ન પ્રસંગ રાખ્યા હોય તેમને સ્થાનિક પોલીસની મંજૂરી લઈને પ્રસંગ આટોપી શકાશે. સ્થાનિક પોલીસની મંજૂરી લઈને લગ્ન કરી શકાશે.

અમદાવાદમાં કરફ્યૂમાં શનિવાર અને રવિવારે 1500થી વધુ લગ્નો થવાના છે તેમન માટે એક સારા સમાચાર કહી શકાય કે જો સ્થાનિક પોલિસના આશીર્વાદ – મંજૂરી હશે તો તમે લગ્ન સમારંભ કરી શકશો. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી મુજબ જો કોઈને કરફ્યૂમાં લગ્ન કરવા હશે તો સ્થાનિક વિસ્તારમાં આવેલ પોલિસ સ્ટેશનમાં 200 લોકોની યાદી પણ આપવી પડશે. જો લગ્નોની છૂટછાટ હશે તો પછી કરફ્યૂનો મતલબ શું સમજવાનો.બંને પક્ષમાં જો 20-20 લોકો હાજર રહે તો યાદી આપવાની જરૂર નથી. સાથે જ રિસેપ્સન્સના કાર્યક્રમ દિવસમાં જ રાખવાના રહેશે. રાત્રિના કોઈ પણ કાર્યક્રમને મંજૂરી આપવામા આવશે નહીં.

Share This Article