વિશ્વ કોરોના જેવી અન્ય મહામારીની કગાર પર, એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ બનશે ખતરો

admin
2 Min Read

વિશ્વમાં કોરોના વાયરસના કારણે તબાહી મચી ગઈ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ફરી એકવાર વિશ્વને ગંભીર ચેતવણી આપી છે. WHO તરફથી જણાવાયું છે કે, કે કોરોના જેવી ખતરનાક તો નહીં પરંતુ તેના જેવી એક અન્ય વિકટ સમસ્યાના કગાર પણ આપણે ઊભા છીએ. WHO તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આપણે નહીં સંભાળીએ તો મેડિકલ ક્ષેત્રની એક સદીની મહેનત બરબાદ થઈ જશે.

મળતી માહિતી મુજબ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસ જેવી ખતરનાક તો નહીં પણ તેના જેવી જ વધુ એક વિકટ સમસ્યાની સામે ઉભા છે. WHO ચેતવણી આપી કે જો આપણે સાચવીશું નહીં તો મેડિકલ જગતમાં એક સદીની મહેનત બરબાદ થઇ જશે.

WHOને વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ એવી સ્થિતિ છે જ્યારે કોઈ સંક્રમણ કે ઘાવ માટે બનાવવામાં આવેલી દવાની અસર ઓછી થઈ જાય છે. આનો સીધો મતલબ એવો થાય કે સંક્રમણ કે ઘાવ માટે જવાબદાર વિષાણુ તેના ખાત્મા માટે બનેલી દવાથી ઇમ્યુન થઈ રહ્યા છે. એટલે કે તેમના પર આ દવાની અસર નથી થઈ રહી. દવા સામે વિષાણુ પોતાને મજબૂત બનાવી લે છે. WHO એ કહ્યું કે એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ વધવું એક કોવિડ-19ની જેમ જ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે આનાથી આરોગ્ય ક્ષેત્રે એક સદીની મહેનત બેકાર થઈ શકે છે.

Share This Article