ખાનગી હોસ્પિટલોની લુચ્ચાઈ : ઓક્સિજન ઓછું છે કહી કુત્રિમ બેડની અછત ઉભી કરાઈ

admin
1 Min Read

એકબાજુ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં હોસ્પિટલમાં બેડની અછત થઈ રહી હોવાની વાત સામે આવી છે જેના કારણે શહેરમાંથી કેટલાક દર્દીઓને આણંદમાં પણ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે આ પાછળ ખાનગી હોસ્પિટલોનું ષડયંત્ર સામે આવ્યુ છે.

શહેરમાં કોરોના મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન ઓછું છે તેમ કહી દાખલ કરી રહી હોવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને મળી છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં એક તારણ કાઢવામાં આવ્યું હતુ કે, અમુક ખાનગી હોસ્પિટલો દર્દીને ઓક્સિજનની જરૂર છે તેમ કહી પથારીઓ ભરવાની પ્રવૃત્તિ કરી રહી છે. જેના પગલે કૃત્રિમ રીતે હોસ્પિટલમાં પથારીઓ ફુલ થવાની ઘટનાઓ સામે આવી છે. એએમસી તંત્ર તરફથી એક પ્રેસ રિલીઝ કરવામાં આવી છે તેમાં તેઓ કહ્યું છે કે, એએમસી તંત્ર સામે અનેક ફરિયાદ આવી છે કે, ખાનગી હોસ્પિટલની કામગીરી અનૈતિક અને ગેરકાયદેસર છે. દર્દીને ઓક્શિજન લેવલ ઓછું છે તેમ કહી અહીં હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એએમસીએ આવી હોસ્પિટલની માહિતી મેળવી રહી છે. આવી હોસ્પિટલોએ આ પ્રકારની પ્રેક્ટીસ તત્કાલ બંધ કરવા એએમસીનો આદેશ કર્યો છે.

Share This Article