17 લાખ ખર્ચ્યા તો પણ કોરોના ભરખી ગયો….હચમચાવી દેનારો કિસ્સો

admin
1 Min Read

દેશભરમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં દુઃખદ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર એવી આફત આવી તૂટી કે એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળમુખી કોરોના ભરખી ગયો. ધવલ રાવલના એક જ પરિવારના 3 સભ્યો દુનિયામાં નથી રહ્યા. માતા નયના રાવલ, ભાઈ ચિરાગ રાવલ અને પિતા અનિલ રાવલ એક જ પરિવારના ત્રણ સભ્યો હતા, જે ત્રણેયને કોરોના થોડા જ સમયમાં ભરખી ગયો.

પોલીસકર્મી ધવલ રાવલના પરિવારમાં ગત 29 ઓક્ટોબરના રોજ પ્રથમ કોરોના સંક્રમણ કેસ જોવા મળ્યો. પ્રથમ પિતા અનિલ રાવલ ફાર્મા કંપનીમાં જોબ કરતા હોવાથી કોરોના સંક્રમણ લાગ્યું અને તેનો ચેપ ધવલ રાવલની માતા નયના રાવલ ને લાગ્યો, અને સાથોસાથ સાગા ભાઈ ચિરાગ રાવલ પણ કોરોનામાં ઝપટાઈ ગયો.

પરિવારની સારવાર માટે કોઈ કચાસ ન રહી જાય તે માટે સારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા અને ખાનગી હોસ્પિટલમાં ૧૭ લાખ રૂપિયા પણ સારવાર માટે મિત્ર વર્તુળ અને અન્ય લોકો પાસેથી ઉછીના લઇને હોસ્પિટલમાં ચુકવ્યા હતા. જોકે તેમ છતાં પરિવારના ત્રણ સભ્યોને તે બચાવી ન શક્યો તેનું રંજ મનમાં રહી ગયું છે. મહત્વ નું છે કે, હાલ પણ કેટલાક લોકો કોરોનાને મઝાકમાં લે છે તેમના માટે સમજી જવાનો સમય છે.

Share This Article