Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

admin
1 Min Read

કોરોના મહામારીથી પ્રભાવિત દુનિયાભરના દેશો કોવેક્સીનની રાહ જોઇ રહ્યા છે, એવામાં રશિયાએ દાવો કર્યો હતો કે, તેની કોવેક્સીન Sputnik V બીજા પરીક્ષણ મુજબ 95 ટકા કારગર સાબિત થઇ રહી છે. રશિયન કોવેક્સીન ડેવલેપર્સે આ અંગેની માહિતી આપી હતી. રશિયાના સ્વાસ્થ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદન મુજબ કોવેક્સીનનું અસરકારક પ્રમાણ 42 દિવસના અભ્યાસ બાદ મળેલા પરિણામોને આધારિત હતું.

રશિયાએ તેની કોવેક્સીનની કિંમતને લઇને પણ મહત્વના ખુલાસા કર્યા હતા. તેની જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય કોવેક્સીનની સરખામણીએ Sputnik Vની કિંમત ઓછી રહેશે. રશિયન કોવેક્સીનના બે શોટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ વ્યક્તિ 20 ડોલરથી ઓછી રહેશે. તેના એક શોટની કિંમત 10 ડોલરથી ઓછી રહેશે.

આ પહેલા અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને મોર્ડનાએ તેમની કોવેક્સીનને 90 ટકાથી વધુ પ્રભાવિત જાહેર કરી ચૂક્યા છે. મહત્વનું છે કે, રશિયાએ ઓગસ્ટમાં Sputnik Vની નોંધણી કરાવી હતી. આ કોવેક્સીનનો ડોઝ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની પુત્રીને પણ આપવામાં આવ્યો હતો. રશિયાની સરકારના સત્તાવાર નિવેદન મુજબ રશિયાના નાગરિકો માટે વેક્સીનેશન ફ્રી રહેશે જ્યારે દુનિયામાં અન્ય ગ્રાહકોને રશિયન કોવેક્સીનનો પહેલો જથ્થો માર્ચ 2021 સુધી પહોંચી જશે.
Share This Article