ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીઓના ચાર મૃતદેહ લઈ જવાતા ખળભળાટ

admin
1 Min Read

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાની ચાડી ખાતી એક તસવીર વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તસવીર પ્રમાણે એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસોની સાથે આરોગ્ય તંત્રની ચિંતા પણ વધી છે. આ સમયે ગાંધીનગરની એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવા મામલે વાયરલ થયેલા ફોટા મામલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ખોટા સમાચાર વાયરલ કરનારાઓને નોટિસ આપવાની સૂચના પણ તેઓએ આપી છે.

Share This Article