શિલ્પા શેટ્ટીએ શરૂ કર્યુ નિકમ્મા ફિલ્મનું શૂટિંગ

admin
1 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાની ફિલ્મ ‘નિકમ્મા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શિલ્પા શેટ્ટીએ ફિલ્મના સેટની તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની તથા શિર્લે સેતિયા છે….શિલ્પા શેટ્ટીએ સેટની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હું સેટ પર પરત આવી ગઈ. હું ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છું. આ ફિલ્મમાં મારું નામ અવની છે. હું તમને કહી શકું એમ નથી કે મેં આ બધું કેટલું મિસ કર્યું છે. અભિમન્યુ અને હું ઘણી જ મસ્તી કરીશું. શબ્બીર હું તને પસંદ કરું છું. ભલે તું ક્લેપની પાછળ તારું પેટ છૂપાવવાનો પ્રયાસ કરે.’નિકમ્મા’રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે અને શબ્બીર ખાન તેને ડિરેક્ટ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. શિલ્પા તથા અભિમન્યુ પહેલી જ વાર કામ કરી રહ્યાં છે અને બંને સાથે કામ કરવાને લઈ ઉત્સુક છે.

Share This Article