ધાનેરામાં યુવકની આત્મહત્યાનો મામલો

admin
1 Min Read

બનાસકાંઠાનાં ધાનેરામાં એક યુવકની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પરંતુ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, યુવકએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે. જ્યાં સુધી આની તટસ્થ તપાસ નહિ થાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહિ આવે. પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક ન પહોંચતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો પોલીસ 306 દાખલ નહીં કરે તો ધરણા પર બેસવાની ચીમકી પરિવારજનોએ આપી છે. જીંદા જીવનમાં આપણે એમ કહેતા હોઈએ કે સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો નાની નાની બાબતોનો બોજ પણ ઝીલી શકતા નથી અને આવા લોકો આત્મહત્યા કરે છે. પણ આપણે વાત કરીને જ પતાવી દઈએ છીએ. પણ આ સમસ્યા દેશમાં ખૂબ જ ઓછાં સમયમાં વિકરાળ બની ગઈ છે અને આ બાબતમાં ગુજરાત પણ પાછળ નથી. જો આ વાત માનવામાં ન આવતી હોય તો જણાવી દઈએ કે NCRBના રીપોર્ટ મુજબ ભારતમાં કુલ 131666 લોકોએ આત્મહત્યા કરી હતી. આ અહેવાલ તો એવું બતાવે છે કે દર એક કલાકમાં ભારતમાં 15 લોકો આત્મહત્યા કરે છે. ગુજરાત રાજ્યમાં પણ આમ આત્મહત્યાના બનાવો વધી ગયા છે. પરંતુ અહી આ મામલે જોવા જઈએ તો હકીકત શું છે એ તો તમામ પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.

Share This Article