દબંગ-3 20 ડિસેમ્બરના રોજ થશે રીલીઝ

admin
1 Min Read

સલમાન ખાન સ્ટારર ‘દબંગ 3’ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઇ ગઈ છે. ‘દબંગ 3’ આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દીની સાથે કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર ડિરેક્ટર પ્રભુદેવા સાથેનો ફોટો શેર કરી રિલીઝ ડેટ જાહેર કરતાં લખ્યું કે, ‘ચુલબુલ પાંડે 20 ડિસેમ્બરના આવી રહ્યો છે.’ હાલ ટીમ જયપુરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. સલમાને શૂટિંગના બિહાઇન્ડ ધ સીન્સના ફોટો અને વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.‘દબંગ’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’ છે. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટર કરી રહ્યા છે. આ ફિલ્મને અરબાઝ ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સાઈ તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. સલમાનના પિતાના રોલમાં સ્વર્ગસ્થ વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના દેખાશે.

Share This Article