દૂધ મંડળીને ગામ લોકોએ તાળા માર્યા

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના, કુવારસી ગામમાં આવેલી દૂધ મંડળીને ગામના લોકોએ ભેગા થઇ તાળા મારી દેતા પશુપાલકો અટવાયા છે. તેમજ પશુપાલકોના દૂધનો પણ બગાડો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમને આર્થિક નુકશાન પણ થઇ રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, અમીરગઢ તાલુકાના કુવારસી ગામમાં સહકારી દૂધ મંડળી આવેલી છે. પણ અહીંના સ્થાનિક ગ્રામજનોએ ભેગા મળીને દૂધ મંડળીને તાળા મારી દીધા હતા તેમજ આ અંગે જયારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મંડળીના સંચાલકોએ ભ્રષ્ટાચાર અને હિસાબમાં ગેરરીતી આચર્યા હોવાનું જણાવ્યું હતું. આમ અનેક આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. અને ગામના આગેવાનોએ ગ્રામજનો સાથે મળી આ દૂધ મંડળીને જ તાળા મારી દીધા છે. જેના કારણે અહીં દૂધ ભરાવવા માટે આવતા પશુપલકો અટવાયા છે અને રોજે રોજ તેમનું દૂધ બગડી જવાથી તેમને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ દૂધ મંડળી ફરી કાર્યરત થાય તે ખુબ જ જરૂરી છે પણ તે ક્યારે ચાલુ થશે તે જોવું રહ્યું!

Share This Article