કોરોના મટ્યા પછી હવે ‘ગુલિયન બારી સિન્ડ્રોમે’ વધારી ચિંતા

admin
1 Min Read

કોરોના મટી ગયા બાદ દર્દીઓમાં મ્યુકરમાયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે ચિંતા વધારી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ નોધાયા છે. આ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ પગે લકવો મારી જાય છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ રોગના કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેના કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે. કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શનના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં અને મુંબઈમાં કેસ નોધાઇ ચૂક્યા છે.

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આના 10 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદની મોટી ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. કોરોનામા ઈમ્યૂનિટી નિયંત્રણ બહાર જવાથી ગુલિયન બારી સિન્ડ્રોમ થાય છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુક માયકોસિસની બીમારી થઈ રહી છે ત્યારે હવે આ અન્ય રોગે પણ ચિંતામાં વધારો કર્યો છે.

Share This Article