કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલયનું મહત્વનું નિવેદન

admin
1 Min Read

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ સામે કોરોના વેક્સીનેશનના કાર્યક્રમની યુદ્ધ ધોરણે તૈયારીઓ ચાલી રહી છે, એવામાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાને ઝપેટમાં લઇ ચૂકેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ભારતમાં પણ જ્યાં કોરોના વેક્સીનેશનની પૂર્વ તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે અને માત્ર વેક્સીન આવવાની જ રાહ જોવામાં આવી રહી છે ત્યાં બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના છ પોઝિટિવ દર્દીઓ ભારતમાં મળી આવતાં ગંભીર સ્થિતિ પેદા થવાની ચિંતા પ્રસરી ચૂકી છે.

આ મુદ્દે કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરતાં આશ્વાસન આપ્યું હતું કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા વાયરસના નવા પ્રકાર સામે કોરોના વેક્સીન અસર કરશે. સરકારનું કહેવુ હતું કે નવા પ્રકારના વાયરસથી સંક્રમણનો ભય ભારત પર રહેલો હતો, જેને લઇને અમે પહેલેથી જ સતર્ક હતા. પત્રકાર પરિષદ દરમિયાન સ્વાસ્થ મંત્રાલય સચિવ રાજેશ ભૂષણ આપેલી માહિતી મુજબ ભારત કોરોના સંક્રમણ સામેની જંગમાં મહત્વના સ્થાને પહોંચી ચૂક્યુ છે. જ્યાં પૂર્વ તૈયારીઓ બાદ દેશ માત્ર કોરોના વેક્સીનની રાહ જોઇ રહ્યો છે.

Share This Article