તો શું વેક્સિન ડુક્કરના માંસમાંથી બની છે? પૂર્વ ICMR ચીફે કર્યો ખુલાસો

admin
1 Min Read

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરુ કરવામાં આવનાર છે. જોકે, વેક્સિનેશનની પ્રક્રિયા પહેલા જ વેક્સીનને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પૂર્વ ચીફ ડો. આર. ગંગાખેડકરએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં કોરોના વાયરસની જે બે રસીને મંજૂરી મળી છે તેમાં પોર્ક એટલે કે ડુક્કરના માંસના કોઈ અંશ નથી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગેની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે આ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. આ પ્રકારની અફવાઓ પાયાવિહોણી અને તદ્દન બકવાસ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસ વેક્સીનને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજની સત્યતા તપસ્યા વગર તેને આગળ ફોરવર્ડ ન કરવા જોઈએ. ડૉ. આર. ગંગાખેડેકરએ કહ્યું છે કે લોકોએ એ સમજવું જોઈએ કે આ વેક્સીનને મંજૂરી આપવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ રીતે વિચાર વિમર્શ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ડો. આર ગંગાખેડકર કોરોના સામે જંગમાં એક મોટો ચહેરો રહ્યા છે. લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસ સાથે સંકળાયેલ અપડેટ તેઓ સતત દેશવાસીઓ સુધી પહોંચાડતા રહ્યા હતા.

Share This Article