કોરોના વેક્સિનેશનના લીધે દેશના સૌથી મોટા અભિયાન પર લાગી રોક

admin
1 Min Read

દેશમાં 16 જાન્યુઆરીથી થનાર વેક્સિનેશન અભિયાન શરુ થઇ ગયું છે. એની અસર દેશમાં ચાલી રહેલ અન્ય અભિયાનો પર પણ પડી રહી છે. ત્યારે 17 જાન્યુઆરીએ થનાર પોલિયો રસીકરણ દિવસને આગળ વધારી દેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ અનપેક્ષિત ગતિવિધિઓના કારણે 17 જાન્યુઆરી 2021થી પોલિયો એનઆઈડી(રાષ્ટ્રીય રસીકરણ દિવસ) રદ કરી દેવામાં આવ્યો છે. આવતા આદેશ સુધી આ રસીકરણ અભિયાન પર રોક ચાલુ રહેશે.

આ આદેશમાં પોલિયો રસીકરણ કાર્યક્રમને રદ્દ કરવાનું સ્પષ્ટ કારણ આપવામાં નથી આવ્યું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અનિવાર્ય સંજોગોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોગ્ય વિભાગની જે ટીમ પોલિયો રસીકરણ અભિયાનમાં લાગી હતી તેને હવે કોરોના રસીકરણના કામમાં લગાવવામાં આવશે. પોલિયો રસીકરણમાં લાગેલી ટીમ પાસે આ દિશામાં કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. જોકે, રાજ્યોને આ આદશની કોપી નથી મળી જેમાં પોલિયો કાર્યક્રમ રદ્દ કરવાની વાત કહેવામાં આવી છે.

Share This Article