ખેડૂતો વધુ એકવાર નિરાશ : વધુ એક સરકાર સાથેની વાતચીત રહી નિષ્ફળ

admin
1 Min Read

કિસાન સંગઠન અને સરકાર વચ્ચે 10મા રાઉન્ડની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. સરકારે કિસાનોને પ્રસ્તાવ આપ્યો હતો કે એક ચોક્કસ સમય માટે કાયદા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને એક કમિટીની રચના કરવામાં આવે. જેમાં સરકાર અને કિસાન બન્ને હોય પરંતુ કિસાનો આ પ્રસ્તાવ પર રાજી થયા નથી. તેવામાં આ બેઠકમાં પણ કોઈ પરિણામ આવી શક્યું નથી. હવે કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે ફરી 22 જાન્યુઆરીએ બેઠક થશે.

કૃષિ મંત્રીએ બેઠક અંગે જણાવ્યુ હતું કે, અમે ત્રણેય કાયદા પર તમારી સાથે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ સરકાર કોઈપણ સ્થિતિમાં કાયદા પરત લેવાની નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે, સરકાર અને કિસાન નેતાઓની એક કમિટી બનાવી દઈએ, જ્યાં સુધી વચ્ચેનો રસ્તો નહીં નિકળે ત્યાં સુધી કાયદો લાગૂ કરીશું નહીં. સરકાર આ એફિડેવિડ સુપ્રીમ કોર્ટમાં પણ આપવા તૈયાર છે.

મહત્વનું છે કે, સરકાર અને કિસાનો વચ્ચે કૃષિ કાયદા પર ચર્ચા કરવા માટે બુધવારે 10મી વખત બેઠક મળી હતી. સરકારે આ બેઠકમાં કિસાનોને એક નવો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પરંતુ કિસાનોની એકમાત્ર માંગ કૃષિ કાયદાને રદ્દ કરવાની છે. તો સરકાર આ માટે તૈયાર નથી. આમ 10મા તબક્કાની બેઠકમાં પણ કોઈ સારા સમાચાર મળી શક્યા નથી.

Share This Article