CPI 2020 નો રિપોર્ટ : છેલ્લા બે વર્ષમાં ભારતમાં વધ્યો ભ્રષ્ટાચાર : જાણો ભ્રષ્ટાચાર દેશોની સ્થિતિ

admin
1 Min Read

ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ટ્રાન્સપન્સી ઈન્ટરનેશનલ કરપ્શનને લઈને નવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારતમાં ચીન કરતાં વધારે ભ્રષ્ટાચાર થતો હોવાની વિગત સામે આવી છે, પરંતુ પાકિસ્તાનની સરખામણીમાં અહીં સ્થિતિ સારી છે. રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષોમાં ભારતમાં રિશ્વરતખોરી વધી છે.

મળતી માહિતી મુજબ, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષ રજૂ થયો હતો, જેમાં ભ્રષ્ટાચાર દેશોની યાદીમાં ભારતનો ૧૮૦માંથી ૮૬મો ક્રમ છે. તો દુનિયાના સૌથી ઈમાનદાર દેશ ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્ક રહ્યા છે. તો સૌથી ભ્રષ્ટ દેશ અફઘાનિસ્તાન છે.

અફઘાનિસ્તાનને ૧૦૦માંથી માત્ર ૧૯ પોઈન્ટ્સ મળ્યા હતા. મહત્વનું છે કે, આ સંગઠન દુનિયાના 180 દેશોમાં સાર્વજનિક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના આધાર પર તેમને રેન્કિંગ આપે છે. 100 પોઈન્ટના આધારે મૂલ્યાંકન કરીને દેશોને રેન્કિંગ આપવામાં આવે છે. આ વર્ષે ભારત આ રેન્કિંગમાં 86માં ક્રમે છે. જ્યારે અમેરિકા 67માં સ્થાન પર પહોંચી ગયો છે. તો ચીન 78માં ક્રમે છે. જ્યારે પાકિસ્તાન 124 અને નેપાળ 117માં સ્થાન ઉપર છે. ભારતની સ્થિતિ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં વધારે સારો છે, પરંતુ પાછલા બે વર્ષમાં ભારતની રેન્કિંગમાં ઘટાડો આવ્યો છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, 2018ના રિપોર્ટમાં ભારત 81માં સ્થાન પર હતો. 2019માં 78માં સ્થાન પર હતો. 2020ના રિપોર્ટમાં 80માં સ્થાન પર પહોંચ્યો અને હવે 2021ના રિપોર્ટમાં 86માં સ્થાન પર આવી ગયું છે.

Share This Article