દ્વારકામાં ઢોરો અને આખાલાઓનો ત્રાસ , લોકોને બહાર નીકળવામાં લાગે છે ભય

admin
1 Min Read

દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં ઢોરનો ત્રાસ વધતા લોકો ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોની ચિંતા તેમના માતા-પિતાને ખૂબ થવા લાગી છે. આખલાઓના આતંકના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયાના દરબાર ગઢ, નગર ગેઇટ, જોધપુર ગેઇટ, મિલન ચાર રસ્તા, રેલવે સ્ટેશન રોડ, સંધિ પાડો, ભઠ્ઠી ચોક, બેઠક રોડ, સહિત ના વિસ્તારમાં આખલાઓ રોડ ઉપર જમાવીને બેસે છે

 

તેના લીધે ટ્રાફિક જામ થાય છે. તેમજ વાહનચાલકોને  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરીજનો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો  જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

Share This Article