ફફડાટ : ભારતમાં કોરોનાના બે નવા સ્ટ્રેનની એન્ટ્રી, નવા સ્ટ્રેનના ચાર કેસ આવ્યા સામે

admin
1 Min Read

ભારતમાં એકબાજુ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે ત્યારે આ બધાની વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસમાં યૂકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન બાદ હવે બ્રાઝિલનો ડર સામે આવ્યો છે. IMCR ના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં SAS-Cov-2ના બ્રાઝિલ સ્ટ્રેનની જાણકારી મળી છે.

વેક્સિનની અસરકારકતાની જાણકારી માટે પ્રયોગ ચાલી રહ્યાં છે. આફ્રિકી અને બ્રાઝિલ સ્ટ્રેન યૂકે સ્ટ્રેન કરતા અલગ છે. કોરોના વિરુદ્ધ જંગ જારી છે અને તેના ખાત્મા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આશરે 87 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 8રાજ્યોમાં પાત્ર સ્વાસ્થ્યકર્મીઓમાંથી 60 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

જ્યારે દિલ્હી અને કર્ણાટક રસીકરણને લઈને પાછળ રહેલા રાજ્યોમાં સામેલ છે. ચીન અને બ્રિટન બાદ હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વાળા કોરોનાની પણ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આફ્રિકાથી આવેલા ચાર લોકોમાં કોરોના વાયરસનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો છે. જ્યારે બ્રાઝીલ સ્ટ્રેનની એન્ટ્રી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ ચુકી છે. આ તમામ યાત્રીકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.

Share This Article