વર્ષના અંત સુધી રહી શકે છે કોરોનાનો ખતરો : WHO

admin
1 Min Read

કોરોના વાયરસના સંક્રમણને લઈ વધુ એક વખત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ મહત્વનું નિવેદન આપ્યુ છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસનું સંકટ આ વર્ષના અંત સુધીમાં ખતમ થાય એમ નથી. WHO ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એમ વિચારવું યોગ્ય નથી કે વર્ષના અંત સુધી કોરોના ખતમ થઈ જશે.

આ અપરિપક્વતા વાળી વાત છે. પરંતુ હાલમાં રસીના કારણે જીવલેણ કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. WHOએ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. માઈકલ રેયાને કહ્યું દુનિયાભરના દેશોએ હજું કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

તેમણે કહ્યું કે જો આપણે ધારીએ તો વર્ષના અંત સુધી કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મોત અને મહામારી સાથે જોડાયેલા ત્રાસને ખતમ કરી શકીએ છીએ. ડો. રેયાને કહ્યુ કે WHO અનેક લાઈસન્સ પ્રાપ્ત રસીના ડેટાના આધારે આ કહી રહ્યુ છે કે રસીથી વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશે. પરંતુ તેમણે રસીને લઈને ભારે ઉત્સાહને લઈને ચેતવ્યા છે. ડો. રેયાને કહ્યું આવી મહામારીની કોઈ ગેરન્ટી નથી. જો કે ઘણા હદ સુધી વાયરસ નિયંત્રણમાં છે.

Share This Article