ભરુચ: મતગણતરી દરમિયાન પત્રકારોની ઘોર ઉપેક્ષા, ગંદકીથી ખદબદતા મેદાનમાં અપાઈ બેઠક વ્યવસ્થા

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે ગતરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના થયેલ મતદાનની મતગણતરી વખતે પત્રકારોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.  હાંસોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની બેઠક વ્યવસ્થા અંગે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા મેદાનમાં ખૂબ જ ગંદકીની વચ્ચે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

જ્યારે અન્ય તાલુકા મતદાન ગણતરીના સ્થળે પત્રકારોને અલાયદા ખંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી અને તેઓએ પણ પત્રકારોને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે સહમતી દર્શાવી હતી છતાં પણ હાંસોટના પત્રકારો માટે દિવસ દરમ્યાન કોઈ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી નહિં. આ અંગે સ્થાનિક પત્રકારોએ જીલ્લાના પત્રકાર સંઘ તેમજ માહિતી ખાતામાં પણ જાણ કરી હતી અને તંત્રની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Share This Article