ભરૂચ : રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપાના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત

admin
1 Min Read

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હાજર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો કાર્યકરોને અભિનંદન પાઠવી આભાર માન્યો હતો.  તેમજ રાજ્યની અને ભરૂચ જિલ્લાની જનતા એ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી વિજેતા બનાવી અને સત્તાના સિંહાસન ઉપર બેસાડવા બદલ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ  જિલ્લા ભારતીય જનતા પાર્ટી નામ ભવ્ય વિજય બદલ શ્રી સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,  સાંસદ મનસુખભાઇ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને પણ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીરલભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી,  દિવ્યેશભાઈ પટેલ,  ફતેસિંગ ગોહિલ,  જીગ્નેશભાઈ મિસ્ત્રી,  દિવ્યજીતસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર,  નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દિપકભાઈ મિસ્ત્રી,  ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય પામેલ ઉમેદવારો એ હાજરી આપી સી.આર.પાટીલનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું.  પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે બી.ટી.પી ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે.  છોટુભાઈનો દીકરો પણ હવે છોટુભાઈનો વારો છે.

Share This Article