પંચમહાલ: ભાજપની રેલીઓ,સરઘસ વખતે કોરોના કયા ગયો હતો? ભવનાથનો મેળો રદ કરવાનો મામલે શિવસેનાએ તંત્રને આવેદન આપ્યું

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાને અડીને આવેલા મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા ખાતે શિવસેનાના પ્રમુખ આગેવાની હેઠળ જુનાગઢમા દર વર્ષે ભરાતો ભવનાથનો મેળો રદ કરવામા આવ્યો છે. તેનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવ્યુ હતૂ.

મહિસાગરના જીલ્લા કલેકટર આર.બી.બારડને  આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે “જુનાગઢનો ભવનાથનો મેળો આદી અનાદીકાળથી ચાલતો આવ્યો છે.આ મેળો હિન્દુ ધર્મના આસ્થાનુૃ પ્રતિકછે.આ વખતે કોરોનાના કેસને ધ્યાનમા રાખીને મેળો બંધ રાખવાનો આદેશ કરવામા આવ્યો છે. કે પછીહિન્દૂ ધર્મનો વિરોધ છે.

 

 

કોરોનાના ધ્યાનમાં રાખીને આ મેળો બંધ કરાયો છેતો ચુંટણીઓ વખતે ભાજપની રેલીઓ,સભાઓ,સરઘસ,ઝુલુસ કરતી વખતે કોરોના કયા ગયો હતો.ચુટણીઓમાં કોરોના શાંત બેઠો હતો.તો પછી ભવનાથના મેળામાં શાંત બેસશે. તહેવારોનો વિરોધ ન કરો અને ભવનાથના મેળાનુ પુન:આયોજન થાય તેવી સરકાર જોગવાઈ કરે.તેવુ આવેદનપત્રમાં લેખિત ઉલ્લેખ કરવામા આવ્યો હતો. આવેદનપત્ર આપવા માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે પંચમહાલ-મહીસાગર જીલ્લાના પ્રમુખ લાલાભાઈ ગઢવી,અગ્રણી ગુલાબસિંહ ચૌહાણ અને સાધુ સંતો અને શિવસેના કાર્યકર્તાઓ,હિન્દુ યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Share This Article