વેલવાડા ગામની દલિત મહિલાઓ દ્વારા હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમા અગ્રેસર રહ્યું છે. ત્યારે આજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામ એવા વેલવાડામા રોડ પાણી અને વિવિધ સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કોઈ જ પગલા ન લેતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. મહત્વનું છે કે, દાંતા તાલુકાનું વેલવાડા ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે.
આ ગામમાં વિવિધ પ્રકારના સરપંચ અને તલાટી કામગીરી કર્યા બાદ પણ આ ગામની સમસ્યા ઠેરની ઠેર રહી છે. ગામના રસ્તાઓ ઉબડ ખાબડ થઇ ગયા છે. ગામમાં તલાટી પણ આંખ આડા કાન કરી રહ્યા છે. આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાના વોટ માટે ગ્રામજનો ઉપયોગ કરી પાંચ વર્ષ માટે જતા રહે છે. આ ગામની સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. આવનારા દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો વેલવાડા ગામના દલિત સમાજ દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી