પંચમહાલ : હાલોલમાં સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના હાલોલમાં વિરાસતવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જેમાં રાજ્યની ટીમોએ ભાગ લીધો હતો..

રમતગમતના માધ્યમથી ગામીત સમાજ ની ભાતૃ ભાવના કેળવાય અને સમાજ સંગઠિત બને એવા મૂળ હેતુથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વિરાસત વન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવા સેના સલાટ સમાજ આયોજિત સલાટ ચામઠા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યો હતો.

 

 

 

આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને ભાઇચારો જળવાઈ તથા યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી દર વર્ષે રમાડવામાં આવે છે આ ટુર્નામેન્ટમાં સલાટ સમાજની દરેક તાલુકાની ટીમો ભાગ લેતી હોય છે તેમાં અરવલ્લીથી માંડીને છોટા ઉદેપુર સુધીના તમામ તાલુકાઓ આ ઉપરાંત મહારાષ્ટ્રના ધડગામ તથા મધ્યપ્રદેશ મો જોબટ અને છકતલા ની પણ ટીમો ભાગ લેતી હોય છે

Share This Article