કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

admin
1 Min Read
FILE - This undated electron microscope image made available by the U.S. National Institutes of Health in February 2020 shows the Novel Coronavirus SARS-CoV-2, yellow, emerging from the surface of cells, blue/pink, cultured in the lab. The sample was isolated from a patient in the U.S. The federal Centers for Disease Control and Prevention is warning doctors about a rare but serious condition in children linked with the coronavirus. In an alert issued Thursday, the CDC called the condition multisystem inflammatory syndrome in children. (NIAID-RML via AP, File)

હાલ સમગ્ર દુનિયા કોરોન વાયરસથી છુટકારો મેળવવા મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાભરમાં ડિસીઝ એક્સ નામની મહામારી આગામી સમયમાં સામે આવી શકે છે જેના કારણે કરોડો લોકોના મોત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ રોગ ઇબોલા વાયરસ જેવો જીવલેણ સાબિત થઈ શકે છે. હેલમહોલ્ટ્ઝ-સેન્ટરના ડો.જોસેફ સેટલે કહ્યું, કે “પ્રાણીની કોઈપણ જાતિ રોગનું કારણ બની શકે છે.” જો કે, ઉંદર અને ચામાચીડિયા જેવી પ્રજાતિઓ વધુ હોય ત્યાં રોગના સ્ત્રોતની સંભાવના વધારે છે. તેમણે કહ્યું કે તે પ્રજાતિઓની અનુકૂલનક્ષમતા પર આધારીત છે.

વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, આ રોગના કારણે 7 કરોડથી વધુ લોકોના મોત થઈ શકે છે. જોકે, હાલ આ રોગ અંગે વધુ કંઈ જાણી શકાયુ નથી. પરંતુ આ અજાણ્યો રોગ આગામી રોગચાળો બની શકે છે. તેનો એક દર્દી કોંગોમાંથી મળી આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) નો અંદાજ છે કે દર વર્ષે આ રોગના આશરે એક અબજ કેસ થઈ શકે છે અને અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે ડિસીઝ એક્સ બ્લેક ડેથ કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે.
Share This Article