અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

admin
1 Min Read

કોરોના મહામારીમાં અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ આશરે 9 મહિના કરતા વધુ સમય સુધી બંધ રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે  લોકડાઉનના સમયગાળામાં સારી રીતે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરની કાલુપુરની શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીમાં સંચાલક ધવલસર તેમજ જીતેનસર દ્વારા અતિથી વિશેષ હિન્દી તેમજ સંસ્કૃત વિષયના નિષ્ણાત શ્રી ગીતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કોરોના મહામારી ની વિપરીત પરિસ્થિતિ માં લોકડાઉનના સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ એ ઓનલાઇન શિક્ષણ ખુબ સારી રીતે મેળવી ઘરે બેસીને શિક્ષણ કાર્ય કર્યું છે તેવા વિદ્યાર્થીઓનું ” હોમ લર્નિંગ બેસ્ટ પરફોર્મન્સ” નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

તેમજ ધોરણ ૧૦/૧૨ ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.

Share This Article