Connect with us

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

Published

on

A three-day school entrance ceremony will be held in Sabarkantha district

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ જિલ્લાના તમામ તાલુકાઓની ૧૧૬૩ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં પ્રવેશપાત્ર ૧૯,૬૬૪ બાળકોનુ મહાનુભવોના હસ્તે નામાકંન કરાવવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્ર્મમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓને આવરી લેવામાં આવશે. જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જિલ્લામાં યોજાનાર ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ લઇ હાથ ઘરાયેલી કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાકાળને લઇ શાળા પ્રવેશોત્સવ થઇ શક્યો ન હતો પરંતુ ચાલુ સાલે શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે જેમાં આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. જેમાં શાળાઓનું ભૌતિક મૂલ્યાંકન કરવા આવશે.

A three-day school entrance ceremony will be held in Sabarkantha district

આ ઉપરાંત બાળકોના નામાકંની સ્થિતિ, બાળકો અને શિક્ષકોની સંખ્યા ૧૦૦ ટકા હાજરી અને ઓનલાઇન હાજરીની સ્થિતિની સમીક્ષા, ગુણોત્સવ ૨.૦ દ્વારા થયેલ મૂલ્યાંકનની સમીક્ષા, એકમ કસોટી અને સંત્રાત પરીક્ષા, તેમજ લર્નિગ લોસ માટે સમયદાન અને થયેલ ઉપચારાત્મક વર્ગ, કોરોનાકાળ દરમિયાન થયેલ ઓનલાઇન ઓફલાઇન કામગીરીની સમીક્ષ તેમજ ડ્રોપઆઉટ રેશિયા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ ૧૦૧૮૧ કુમાર અને ૯૪૮૩ કન્યાઓ મળી કુલ ૧૯૬૬૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, ૪૬ દિવ્યાંગ બાળકો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૨૬ કુમાર અને ૩૨૮ કન્યાઓ મળી કુલ ૬૫૪ લઘુમતી બાળકોને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ વિધાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ૯૧ રૂટ નિયત કરાયા છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાની દરેક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમીલાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સાબરકાંઠા

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Published

on

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ  પંચાયતને  સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10%  જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ- રીક્ષા(બેટરીવાળી)  આપવામાં આવી.

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

માનનીય વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા આજરોજ તખતગઢ ગ્રામપંચાયત ડોર ટુ ડોર ઇ – રિક્ષા નું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક શ્રી જયશંકર લાલજી વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યું  જેમાં સરપંચ શ્રી નિશાંત પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત પટેલ  મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર માન્યો હતો.

Continue Reading

સાબરકાંઠા

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Published

on

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે ૨૯ માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦૦ થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને  પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

હાલના સમયમાં માતાપિતા ને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતો ની નિશ્રામાં સત્સંગ યોજાય છે જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતા નું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામ માં અનન્ય સફળતા મળશે. આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતા ને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.

Continue Reading

સાબરકાંઠા

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

Published

on

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
પ્રાંતિજ ના ગલેચી વિસ્તાર મા આવેલ બસસ્ટેશન મા વહેલી સવારે એક યુવાન મૃત હાલત મા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવક ની ઓળખ ના થતા આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ના પતિ મહેશભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાઈ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ માનસિંહ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપી હતી અને તેના વાલીવારસ દાર ની શોધખોળ હાથ ધરવામા આવી હતી
Two persons were found dead near Prantij and Vadvasa Patiya
જેમા મૃતક યુવક પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ટેકરા વિસ્તાર નો ટીનુસિંહ અનુપસિંહ રાઠોડ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જાણ મા મલ્યુ હતુ તો પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી મૃત હાલત મા મળી આવેલ આધેડ ની ઓળખ થઈ નહતી પણ આજુબાજુ હોટલો તથા રોજીદુ અવરજવર કરતા લોકોએ પાગલ હોવાનુ જણાવ્યુ હતુ અને થોડાક દિવસો થી અહી અવરનવર કરતો હતો અને હિન્દી ભાષા બોલતો હતો જેથી બહાર ના રાજય નો હોય તેનુ પણ પ્રાથમિક તપાસ મા કુદરતી રીતે મોત નિપજયુ હોવાનુ જાણવા મલ્યુ હતુ

Continue Reading
Uncategorized12 hours ago

મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી ઝટકો! 5 દિવસ વધુ લંબાવી EDની રિમાન્ડ

Uncategorized12 hours ago

NIAએ નિઝામાબાદ કેસમાં PFI વિરુદ્ધ 5 આરોપીઓના નામ આપ્યા, ચાર્જશીટ ફાઇલ કરી

Uncategorized12 hours ago

આત્મનિર્ભર ભારત! હવે દેશ બનશે ટેક્સટાઈલ હબ, PM મોદીએ 7 રાજ્યોમાં આ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી

Uncategorized12 hours ago

કુંભકર્ણને પણ ટક્કર મારે તેવા લોકો રહે છે આ ગામમાં! એકવાર સુઈ ગયા તો મહિનાઓ સુધી નથી જાગતા

Uncategorized12 hours ago

Maruti Brezza CNG : લોન્ચ થઇ બ્રેઝા સીએનજી, જાણો કેટલી આપશે માઈલેજ

Uncategorized12 hours ago

ભારતના આ સ્ટ્રીટ ફૂડ્સ તમારી ચા નો સ્વાદ વધારશે, જાણો શું છે તેમાં ખાસ?

Uncategorized12 hours ago

ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, પ્રથમ દિવસે આ પાંચ કાર્યક્રમોમાં ભાગ લેશે

Uncategorized13 hours ago

ભારતમાં શરૂ થયું ChatGPT Plusનું સબસ્ક્રિપ્શન, દર મહિને ખર્ચવા પડશે આટલા પૈસા

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ગુજરાત3 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ડેરિવેટિવ્ઝ માટે સ્ટોક્સ માટે પાત્રતા માપદંડ

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending