પંચમહાલ : શહેરાના બાહી ગામ પંચાયત વોર્ડ નંબર 7 ના સભ્યની રસ્તા બાબતે આત્મવિલોપનની અરજી

admin
2 Min Read

પંચમહાલના શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમાં પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર 7ના સભ્ય એ જિલ્લા કલેટરશ્રી તેમજ મુખ્યમંત્રી તાલુકા વિકાસ અધિકારીને રસ્તાનું  દબાણ દૂર કરવા માટે લેખિતમાં અરજી કરવામાં આવી હતી.  જ્યારે જો રસ્તાનું નિરાકરણ નહીં થાય તો આત્મ વિલોપનની ચીમકી આપી હતી.  જ્યારે પોલીસ આત્મ વિલોપનની ચીમકી આપવા આવી હતી ત્યારે તેઓને શહેરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરા તાલુકા વિકાસ અધિકારી  અંકિતાબેન  ઓઝા એ વોર્ડ નં,7 માં જઈને  સ્થળ ની મુલાકાત લીધી હતી તેઓને  તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહીને જૂના  રસ્તાનું દબાણ હતું તેને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

 

તાલકા વિકાસ અધિકારી અંકીતાબેન્ ઓઝા તેમજ મદદનીશ અધિકારી,અને બાંધકામ શાખા અમય રિયાઝ મન્સૂરી બાહી ગ્રામ પંચાયત ના તલાટી સંગીતાબેન યુ પટેલીયા અને સરપંચ  તેમજ પોલીસ સ્ટેશન ના કર્મી રાજેન્દ્રસિંહ સી ચોહાણ તેમજ બીટ જમાદાર રામસિંહ તેમજ ગામના અગ્રણી ઓ ઉપથિત રહિયા હતા.  રસ્તાનું સમારકામ કરવામાં જણાવ્યું હતું અને રસ્તાઓ વચ્ચે  દબાણ હતું તેઓને જાહેર માં જણાવવામાં આવ્યું હતું અને નોટિસ ફટકારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું અને કે દબાણ દૂર કરી તેઓને રસ્તાનું સમારકામ કરી દબાણ દૂર કરી ને રસ્તો બનાવી અાપવા જણાવ્યું હતું અને ગ્રામ જનો અને સક્ષીઓ  લેખિતમાં લખાણ કરી અને અધિકારીઓ તેમજ તલાટી, સરપંચ સહિત લેખિત માં સાક્ષી માં સહી સિક્કા કરવામાં આવેલ તેમજ ગ્રામ જનો રસ્તાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું

Share This Article