બનાસકાંઠા : લાખણીના વકવાડા ગામનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વકવાડા (દેવપુરા) ગામમાં જમીનની બાબતમાં ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, લાખણીના વકવાડા ગામે જમીનની લેતી દેતી મુદ્દે નેમાબહેન નામની મહિલાને ગડદાપાટુનો મામર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

 

 

જે અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં આરોપી નરેશભાઈ વિષ્ણુભાઈ માજીરાણા, દિલીપભાઈ વિષ્ણુભાઈ માજીરાણા, તેમજ મહેન્દ્રભાઈ અશોકભાઈ માજીરાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય શખ્સોએ જમીન બાબતમાં જૂની અદાવત રાખી નેમાં બહેન સામે ભૂંડી ગાળો બોલીને તેમજ લાકડી કાતર તેમજ ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં નેમાબહેન નામની મહિલાને ઈજા થઈ હતી. આ મામલે ચેતનભાઈ પીરાભાઈ માજીરાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article