ભરૂચ : પાલેજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના પાલેજ – આમોદ માર્ગ પર પાલેજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે  નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો દંડાયા હતા. મળતી વિગત અનુસાર કોવિડ જાહેરનામા અંતર્ગત માસ્ક વગર બહાર નીકળતા લોકો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.  તો બીજી તરફ પુનઃ કોરોના સંક્રમણ વધતા માસ્ક બાબતે કડક પાલન કરાવવાનો આદેશ થતા પાલેજ પોલીસ એક્શનમાં જોવા મળી હતી.

 

 

પાલેજ પોલીસ દ્વારા પાલેજ – આમોદ માર્ગ ઉપર આવેલા પાલેજ બાયપાસ માર્ગ પાસે કડક હાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલેજ પોલીસ દ્વારા હાથ ધરાયેલા ચેકીંગમાં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતાં વાહન ચાલકો તેમજ માસ્ક વિના નીકળતા વાહન ચાલકોને રોકી તપાસ કરવામાં આવી હતી. જે વાહન ચાલકોએ નિયમોનો ભંગ કર્યો હતો તેઓના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસના કડક ચેકીંગના પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share This Article