પંચમહાલમાં આવેલા ગોધરા સિવિલ હોસ્પિટલની કોવિડ વોર્ડની લિફ્ટમાં દર્દીઓ ફસાયા હતા. મળતી વિગત અનુસાર ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટેકનિકલી ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. તેમજ લિફ્ટની અંદર પાંચ જેટલા દર્દીઓ અને સગા સંબંધીઓ ફસાયા હતા. આ મામલે ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચીને ભારે જહેમત બાદ દર્દીઓ અને સગા સંબંધીઓને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગે જે ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમાં સફળતા મળી હતી.
ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં ઘણા સમયથી ટેકનિકલી ખામી સર્જાતી હતી. પરંતુ તેને સમયસર રિપેરીગ કરવામાં આવતી ન હોવાને કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે, પહેલા પણ લીફ્ટમાં આવી ખામી જોવા મળી હતી. પરંતુ તેમ છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી.