ભરૂચ : વાગરા પોલીસે વોન્ટેડ બુટલેગરની અટકાયત કરી

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં 3 જાન્યુઆરીના રોજ નોંધાયેલ વિદેશી દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપી કિરણસિંહ બળવંતસિંહ રાજની પાદરા ખાતેથી વાગરા પોલીસે અટકાયત કરી છે. ત્રીજી જાન્યુઆરીના રોજ વિદેશી દારૂની બોટલો નંગ 117 કિંમત રૂપિયા 18900 અને સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 5 લાખ 18 હજાર 900 નાં મુદ્દામાલ સાથે વાગરા પોલીસે હેમંત કુમાર પ્રવીણ ગોહિલ નામના ઇસમની ધરપકડ કરી હતી.

 

 

પૂછપરછ માં દારૂનો મુદ્દામાલ કિરણસિંહ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનો ખુલાસો કરતા કિરણસિંહ વોન્ટેડ હતો. વોન્ટેડ આરોપીને પાદરા પોલીસે ઝડપી પાદરા કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યાં થી વાગરા પોલીસે આ ઇસમની અટકાયત કરી વાગરા ખાતે લવાયો હતો. હાલ આ સંદર્ભે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

Share This Article